યુનિફોર્મ સિવિલ કોડ શું છે?

Are You Looking For What is Uniform Civil Code । શું તમે યુનિફોર્મ સિવિલ કોડ શું છે લાભ લેવા માંગો છો? તો તામર માટે અહીં આ પોસ્ટમાં પાવર યુનિફોર્મ સિવિલ કોડ શું છે વિષે પુરી જાણકારી બતાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

યુનિફોર્મ સિવિલ કોડ શું છે?: દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તાતી જરૂરિયાત હોવાનું કહ્યું છે. સરકારે સાચું જ કહ્યું છે કે જુદાં જુદાં ધર્મોના નાગરિકો માટે સંપત્તિ અને લગ્નસંબંધી કાયદા જુદાં જુદાં હોવા એ દેશની એકતાની ભાવનાનું અપમાન છે. સરકારની દલીલ બાદ ફરી વખત દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગેની ચર્ચાએ જોર પકડયું છે. આમ પણ બંધારણની કલમ ૪૪ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે ભારતમાં વસતા તમામ નાગરિકો માટે એક સમાન કાયદો લાગુ કરવાનો રહેશે. સમાન નાગરિક સંહિતામાં લગ્ન, છૂટાછેડા, સંપત્તિ-વારસો અને વહેંચણી માટે તમામ ધર્મો માટે એક જ કાનૂન લાગુ કરવાની વાત કરવામાં આવી છે.

What is Uniform Civil Code । યુનિફોર્મ સિવિલ કોડ શું છે

યૂનિફોર્મ સિવિલ કોડ મુદ્દે ભારે રાજકારણ

અગાઉ સુપ્રીમ કોર્ટ પણ આ અંગે વિચારણા કરવાનું સૂચન આપી ચૂકી છે. થોડા વખત પહેલા પણ દિલ્હી હાઇકોર્ટે એક છૂટાછેટાના કેસની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે અલગ અલગ ધર્મો અને જાતિઓના પર્સનલ કાયદાઓના કારણે લોકોની સાથે સાથે કોર્ટોએ પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલા માટે બંધારણની કલમ ૪૪ હેઠળ સમાન નાગરિક કાયદા સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે.

યૂનિફોર્મ સિવિલ કોડ દેશના રાજકારણમાં બહુ મોટો મુદ્દો છે. એનઆરસી, ટ્રિપલ તલાક અને અનુચ્છેદ ૩૭૦ પર ઐતિહાસિક નિર્ણયો લીધા બાદ મોદી સરકાર હવે યૂનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય લઇ શકે છે એવું ઘણાં જાણકારોનું માનવું છે. આમ તો દેશમાં મોટા ભાગના મુદ્દે કૉમન લૉ છે પરંતુ લગ્ન, છુટાછેડા અને વારસા જેવા કેટલાંક મુદ્દે હજુ પણ નિર્ણય પર્સનલ લૉના આધારે થતા હોય છે. ગોવા આવા રાજ્ય તરીકે શ્રેષ્ઠ દાખલો છે જ્યાં સમાન નાગરિક સંહિતા લાગુ છે. ગોવામાં કોઇ પણ ધર્મની પરવા કર્યા વિના અમુક અધિકારોને બાદ કરતા સમાન નાગરિક સંહિતા લાગુ છે.

યૂનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા એટલે એવો કાયદો જે ધર્મનિરપેક્ષ હોય અને તમામ ધર્મના લોકો પર એકસમાન રીતે લાગુ થાય. બીજા શબ્દોમાં જુદાં જુદાં ધર્મો માટે જુદાં જુદાં સિવિલ લૉ ન હોવા એ યૂનિફોર્મ સિવિલ કોડની મૂળ ભાવના છે. ટૂંકમાં ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઇએ, પછી ભલે તે ગમે તે ધર્મનો હોય. સમાન નાગરિક સંહિતામાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિની વહેંચણીના મામલાઓમાં તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ દરેક ધર્મના લોકો માટે એક સરખો કાયદો આવી જશે.

જુદાં જુદાં ધર્મોના અલગ પર્સનલ લૉ

હાલ દેશમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયના પર્સનલ લૉ છે. જ્યારે હિન્દુ સિવિલ લૉ અંતર્ગત હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો આવે છે. બંધારણના અનુચ્છેદ ૪૪માં સમાન નાગરિક સંહિતાની વાત આવે છે જે અનુસાર આ કાયદો લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રની છે પરંતુ આજ દિન સુધી આ કાયદો દેશમાં લાગુ થઇ શક્યો નથી. વખતોવખત આ કાયદો લાગુ કરવાની ચર્ચા જરૂર થાય છે પરંતુ રાજકીય વાદવિવાદ બાદ આ મુદ્દો કોરાણે મૂકી દેવામાં આવે છે. ભાજપ અને આરએસએસ પહેલેથી કૉમન સિવિલ કોડની તરફેણ કરતા આવ્યાં છે.

ખરેખર તો આઝાદી મળી ત્યારથી યૂનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. જોકે ટ્રિપલ તલાકની જેમ જ કૉમન સિવિલ કોડનો પણ વિરોધ થતો આવ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે આ તમામ ધર્મો પર હિન્દુ કાયદો લાગુ કરવા સમાન છે. બિનસાંપ્રદાયિક દેશ ગણાતા ભારતમાં જુદાં જુદાં ધર્મના લોકો માટે જુદાં જુદાં કાયદા હોવાની વાત જ પરેશાન કરનારી છે.

Highlights of What is Uniform Civil Code

લેખનું નામ Uniform Civil Code
લેખની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
Full form of Ucc  Uniform Civil Code
કયાં કયાં દેશમાં લાગુ છે પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન અને ઇજિપ્ત
UCC સૌ પ્રથમ લાગુ કરનાર ભારતનું રાજય ગોવા
UCC ની બંધારણમાં જોગવાઈ ભાગ-4 કલમ-44
વધુ માહિતી માટે https://en.wikipedia.org/wiki/Uniform_Civil_Code

Uniform Civil Code in Indian Constitution

ભારતીય બંધારણના ભાગ-4 રાજયનિતીના માર્ગદર્શ સિધ્ધાંતોમાં અનુચ્છેદ 44 માં યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવી છે. કલમ 44 નો હેતુ નબળા જૂથો સામેના ભેદભાવને દૂર કરીને વિવિધ સાંસ્કૃતિક જૂથો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાનો હતો. તે સમયે ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી છે, પરંતુ હાલમાં તે સ્વૈચ્છિક હોવો જોઈએ. ભારત દેશમાં સૌપ્રથમ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર રાજ્ય ગોવા છે.

યુનિફોર્મ સિવિલ કોડ શા માટે જરૂરી છે?

હવે તમને પ્રશ્ન એ થશે કે યુનિફોર્મ સિવિલ કોડ શાં માટે જરૂરી છે? ભારતને વિવિધતાઓથી ભરેલો દેશ કહેવામાં આવે છે. વિવિધ જાતિઓ અને ધર્મોમાં લગ્ન, છૂટાછેડા વગેરેને લગતા અલગ-અલગ નિયમો છે. લોકો લગ્ન અને છૂટાછેડાને લઈને પોતાના પર્સનલ લો બોર્ડમાં જતા હોય છે. આ અલગ-અલગ નિયમોને કારણે કાયદાકીય વ્યવસ્થાને પણ અસર થાય છે. એટલે કે એકરૂપતા જળવાથી નથી. આ કોડની રચના બાદ આવી તમામ બાબતો એક કાયદાના દાયરામાં આવી જશે. આ કોડની રચના હિન્દુ કોડ બિલ અને શરિયા કાનુનને સરળ બનાવવામાં મદદ મળશે.

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી શું બદલાશે?

જો ભારતમાં સમાન નાગરિક સંહિતા કોડ લાગુ કરવામાં આવશે, તો દરેક ધર્મ માટે સમાન કાયદાઓ લાગુ પડશે. પર્સનલ લો એ ધર્મ, જાતિ અને આસ્થાના આધારે તૈયાર કરવામાં આવે છે. લગ્ન, છૂટાછેડા, દત્તક અને વસિયત જેવી તમામ બાબતો હજુ પણ પર્સનલ લો હેઠળ આવે છે.

જો આપણે મુસ્લિમ સમુદાયની વાત કરીએ તો ત્યાં ત્રણ લગ્ન, ટ્રિપલ તલાક જેવા નિયમો હજુ પણ પ્રચલિત છે. આ બધુંજ યુસીસી લાગુ થવાથી બદલાઈ જશે. પછી લગ્નમાં આ જ કાયદો લાગુ થશે.

આવી જ રીતે હિંદુ પર્સનલ લો, ઉપનિષદ, વેદ, સમાનતા અને ન્યાયના આધારે કામ કરે છે અને તે તેના મહત્વપૂર્ણ સ્તંભો છે. યુસીસી આવવાથી મોટો ફેરફાર થશે અને અત્યાર સુધી ચાલતી તમામ અલગ-અલગ હિંદુ પરંપરાઓ બંધ થઈ જશે.

What are the views for and against the Uniform Civil Code?

યુસીસીના સમર્થનમાં એક દલીલ એ છે કે તેનાથી લિંગ સમાનતા વધશે, હાલમાં ધર્મના નામે જે ભેદભાવો થાય છે તેમાં ઘટાડો થશે એટલે કે ધર્મ આધારિત ભેદભાવો ઘટશે. હવે જે અલગ અલગ કાયદાઓનો અમલ થઈ રહ્યો છે તેમાં પણ ઘટાડો થશે, જેના કારણે ન્યાયતંત્રમાં સરળતા આવશે.પરંતુ આનાથી વિરુદ્ધમાં, કેટલાક બૌદ્ધિકો માને છે કે યુસીસીના અમલીકરણ થવાથી ધાર્મિક સ્વતંત્રતા સમાપ્ત થઇ જશે. બંધારણે જ ધર્મની સ્વતંત્રતા આપી છે, આવા કિસ્સામાં UCC લાગુ ન કરી શકાય. વ્યક્તિગત કાયદા પ્રત્યેક ધાર્મિક સમુદાયના વિવેક પર છોડવા જોઈએ.

યુનિફોર્મ સિવિલ કોડનો ઇતિહાસ શું છે?

યુનિફોર્મ સિવિલ કોડનો ઈતિહાસ ભારત સ્વતંત્ર થયો એ પહેલાનો છે. આ વાત 1835ની છે જ્યારે બ્રિટિશરો માનતા હતા કે ભારતમાં યુસીસી હોવું જોઈએ. ત્યારબાદ તેમણે એક રિપોર્ટ આપ્યો જેમાં કહ્યું કે ગુના, પુરાવા અને કરાર જેવી બાબતોમાં સામાન્ય કાયદાઓ હોવા જોઈએ, પરંતુ હિંદુઓ અને મુસ્લિમોના પર્સનલ લોને ખલેલ ના પહોંચવી જોઈએ. હવે નિષ્ણાતો માને છે કે અંગ્રેજોને ભારતના ભાગલા કરવામાં જ રસ હતો, તેથી જ આ વ્યક્તિગત કાયદાને સંપૂર્ણપણે બાજુ પર રાખવામાં આવ્યો હતો અને યુસીસીના રિપોર્ટને પણ અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યો હતો.

Why it is necessary to bring UCC for BJP party?

ભાજપ ઘણા સમયથી તેના ચુંટણી ઢંઢેરામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના વચનનો સમાવેશ કરી રહી છે. ઉત્તરાખંડ અને ગુજરાત જેવા રાજ્યોમાં આ અંગેનું માળખું બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

યુનિફોર્મ સિવિલ કોડ કયાં કયાં દેશોમાં લાગુ છે?

પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન અને ઇજિપ્ત જેવા દેશો ઘણા વર્ષો અગાઉ આ યુસીસી લાગુ કરી ચૂક્યા છે. વધુમાં જોઈએ તો અમેરિકામાં પણ દરેક જણને સમાન કાયદો લાગુ પડે છે. તેમનો ધર્મનિરપેક્ષ કાયદો બધાને સમાન રીતે લાગુ પાડવામાં આવે છે. જયારે ઇસ્લામિક દેશોમાં શરિયા કાનુન બધાને સમાન રીતે લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય આ કિસ્સામાં શરિયા કાનુનને પણ UCC તરીકે ગણી શકાય.

Important’s Links

વધુ માહિતી માટે Click Here
હોમ પેજ Click Here 

આ પણ વાંચો

Gujjuonline

જૂનાગઢ વન વિભાગમાં ભરતી

VNSGU પ્રશિક્ષક પોસ્ટ માટે ભરતી

CSIR CSMCRI પોસ્ટ માટે ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને What is Uniform Civil Code | યુનિફોર્મ સિવિલ કોડ શું છે  સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment