ગુજરાતમાં પણ બનશે તિરૂપતિ બાલાજી નું મંદિર

ગુજરાતમાં પણ બનશે તિરૂપતિ બાલાજી નું મંદિર: આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થત તિરૂપતી બાલાજી મંદિર હિન્દુ ધર્મું સૌખી મોટુ મંદિર છે. અહી ભગવાનને સોથી વધારે સોનું, ચાંદી, હીરા અને રત્ન અર્પીત કરવામાં આવે છે. આ મંદિરને ભારતના સૌથી અમીર મંદિરોમાંનું એક છે. અહી વર્ષે કરોડો રુપિયાનું દાન કરવામાં આવે છે. ત્યારે વૈકુંઠ એકાદશીના દિવસે અહી એક જ દિવસમાં 7.6 કરોડના રેકોર્ડ બ્રેક દાન કરવામાં આવ્યું છે.

A temple of Tirupati Balaji will also be built in Gujarat: દુનિયાભરમાં સૌથી ધનિક મંદિર ટ્રસ્ટ તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે આવનારા કેટલાક વર્ષોમાં તમામ રાજ્યોમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની સ્થાપના કરવામાં નિર્ણય લીધો છે. આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) ની આ એક મહત્વકાંક્ષી યોજનાનો ભાગ છે. જે હેઠળ ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તિરુપતિ મંદિરની ઓછામાં ઓછી એક પ્રતિકૃતિનું નિર્માણ કરીને ભગવાન બાલાજીની અખિલ ભારતીય ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાની છે.

ગુજરાતમાં પણ બનશે તિરૂપતિ બાલાજી નું મંદિર

હાલ દેશભરમાં અનેક સ્થળોએ જેમ કે જમ્મુ, નવી મુંબઈ, ગુજરાત અને છત્તીસગઢમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી રહી છે. ટીટીડી ટ્રસ્ટ ગુજરાતના ગાંધીનગર, છત્તીસગઢના રાયપુર અને બિહારમાં પણ મંદિર બનાવવાનો વિચાર કરી રહ્યું છે. બિહારમાં હજુ મંદિર નિર્માણની સ્થિતિ નીતિશકુમાર સરકાર સાથે ચર્ચાના પ્રારંભિક તબક્કામાં છે.

ટીટીડી ટ્રસ્ટની સ્થાપના 1933માં થઈ હતી. ત્યારે આ ટ્રસ્ટ ગણતરીના મંદિરોનું મેનેજમેન્ટ કરતું હતું જેમાં તિરુમાલામાં પ્રતિષ્ઠિત ભગવાન વેંક્ટેશ્વર સ્વામી મંદિર, તિરુચનૂરમાં શ્રી પદ્માવતી અમ્માવરી મંદિર અને તિરુપતિમાં શ્રી ગોવિંદરાજ સ્વામી મંદિર સામેલ હતા. બાદમાં આ ટ્રસ્ટે પોતાની સ્થાપનાના નવ દાયકામાં સમગ્ર ભારતમાં ભગવાન વેંક્ટેશ્વરને સમર્પિત 58 મંદિરોની સ્થાપના કરી.

જો કે તેમાંથી મટાભાગના દક્ષિણી રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં સ્થિત છે. હવે ટ્રસ્ટે ઉત્તર અને પૂર્વ ભારત સહિત દેશભરમાં ભગવાન વેંક્ટેશ્વરના મંદિરની સ્થાપનાનો નિર્ણય લીધો છે.

તિરૂપતિ બાલાજી નું મંદિર ની સ્થાપના

 ટ્રસ્ટે દક્ષિણ ભારતથી બહાર નીકળીને 1969માં ઉત્તરાખંડના ઋષિકેશમાં બાલાજી મંદિરની સ્થાપના કરી. ટ્રસ્ટે 2019માં કન્યાકુમારીમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની સ્થાપના કરીને ભારતના સૌથી દક્ષિણી છેડે પોતાનું પદચિન્હ સ્થાપિત કર્યું છે. હાલમાં જ 8 જૂનના રોજ જમ્મુમાં ભગવાન વેંક્ટેશ્વર બાલાજીના મંદિરનો શુભારંભ થયો છે.

ટ્ર્સ્ટે હાલમાં જ મહારાષ્ટ્રમાં પણ ભગવાન બાલાજી મંદિરની પ્રતિકૃતિનો પાયો રાખ્યો. આ માટે રાજ્ય સરકારે નવી મુંબઈમાં લગભગ 600 કરોડ રૂપિયાની 10 એકર પ્રમુખ જમીન મંદિર ટ્રસ્ટને ફાળવી છે. ટીટીડી મંદિર નિર્માણ પર 70 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે. ટીટીડીના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ ટીઓઆઈને જણાવ્યું છે કે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભગવાન વેંક્ટેશ્વર સ્વામી મંદિરોનું નિર્માણ ભગવાનના ભક્તોને દ્વાર સુધી લઈ જવાનો પ્રયત્ન છે. (ગુજરાતમાં પણ બનશે તિરૂપતિ બાલાજી નું મંદિર )

તેમણે જણાવ્યું કે આંધ્રના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીના નિર્દેશો બાદ ટીટીડી દક્ષિણ ભારતીય રાજ્યોના આંતરિયાળ ગામોમાં પણ નાના મંદિરોનું નિર્માણ કરશે.

મંદિરનું નિર્માણ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આશરે 62 એકર જમીનમાં બે તબક્કામાં નિર્માણ થનારા વિશાળ મંદિર પાછળ રુપિયા 33.22 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ભગવાન વેંકટેશ્વરના મુખ્ય મંદિર ઉપરાંત, સંકુલમાં શ્રી અંડલ અને શ્રી પદ્માવતીના મંદિરો પણ હશે. મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિદ્ધદાના માજીન ગામમાં નિર્માણાધીન ભવ્ય મંદિરના દરવાજા 8 જૂને ભક્તો માટે વિધિવત પૂજા કર્યા બાદ ખોલવામાં આવશે. (ગુજરાતમાં પણ બનશે તિરૂપતિ બાલાજી નું મંદિર )

આંધ્રપ્રદેશથી ભવ્ય મૂર્તિ લાવવામાં આવશે

મુખ્ય મંદિરમાં સ્થાપિત થનારી ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ ખાસ આંધ્રપ્રદેશથી લાવવામાં આવી રહી છે.  મંદિરના નિર્માણમાં 50 થી વધુ કારીગરો સંકળાયેલા છે. મંદિરના નિર્માણમાં જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે માત્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યો છે.

મનોજ સિન્હા મંદિરનું ઉદ્ઘાટન કરશે

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું હતું કે મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમ 4 જૂનથી શરૂ થશે. મંદિરના દ્વાર ભક્તો માટે 8મી જૂને ખોલવામાં આવશે. તિરુપતિ બાલાજી મંદિરનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્રારા કરવામાં આવશે. તિરુપતિ બાલાજી મંદિર જમ્મુ અને કાશ્મીરમાં આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પણ વિકસિત થશે.

તિરુપતિ બાલાજી મંદિર દરેક રાજ્યમાં હશે

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ જમ્મુની તેમની મુલાકાત દરમિયાન ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કરતી વખતે જાહેરાત કરી હતી કે દરેક રાજ્યમાં ભગવાન વેંકટેશ્વરના મંદિરની સ્થાપના કરવામાં આવશે. આંધ્રપ્રદેશ પછી આ મંદિર જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, દિલ્હી, કન્યાકુમારી, ચિનાની, ભુવનેશ્વરમાં બનશે અને આવા જ મંદિર મુંબઈ, રાયપુર અને અમદાવાદમાં પણ બનાવવામાં આવશે.

જમ્મુમાં 8મી જૂને દેશના છઠ્ઠા તિરુપતિ બાલાજી મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) આજે 8 જૂનના રોજ યોજાનાર મહાસંપર્ક્ષણ સ્મારક કાર્યક્રમ માટે અંકુરર્પણમ ઉત્સવનું આયોજન કરી રહ્યું છે. આકાશી મહાસંપર્ક્ષણ ઉત્સવ 8 જૂનના રોજ સવારે 7.30 AM થી 8.15 AM વચ્ચે મિથુના લગ્નમાં યોજાશે અને મંદિર ખુલ્લું રહેશે. સવારે 09.30 વાગ્યાથી સર્વ દર્શન અને સાંજે ભવ્ય શ્રીવારી (ભગવાન બાલાજી) કલ્યાણોત્સવ કરવામાં આવશે.

આ પણ વાંચો 

Gujjuonline

આંબલાલ પટેલે જણાવી વરસાદની ભારે આગાહી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને A temple of Tirupati Balaji will also be built in Gujarat | ગુજરાતમાં પણ બનશે તિરૂપતિ બાલાજી નું મંદિર  સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment